ભવિષ્ય વિજ્ઞાન

ફેંગ શૂઈ

ફેંગ શૂઈ પૃથ્વી સાથે સંવાદિતા રાખનાર એક આર્ટ છે. ફેંગ શબ્દનો અર્થ ‘પવન’ અને શૂઈ શબ્દનો અર્થ ‘પાણી’ થાય છે. ફેંગ શૂઈ પ્રાયોગિક રીતે કોઈ પણ જગ્યાનું ભૌતિક સ્તર તથા ઉર્જાને કાર્યાન્વિત કરીને તેની સંવાદિતા રૂમમાં સ્થાપે છે. આથી ઘરમાં શુભ ઉર્જા કેન્દ્રિત થવાથી રહેનાર વ્યક્તિની સ્થિતિ સુધરે છે. જીવન નોંધપાત્ર રીતે ઉન્નત બને છે. ફેંગ શૂઈ એક પ્રાચીન ચાઇનીઝ સિસ્ટમ છે કે જે મનુષ્યો અને પર્યાવરણ વચ્ચે સંબંધ સમજવા માટે મદદ કરે છે. તમારા નિવાસસ્થાનને અથવા કાર્યસ્થળે એક પવિત્ર, નિર્દોષ, સ્વસ્થ અને સમૃદ્ધ વાતાવરણ બનાવવા માટે મદદ કરશે. જ્યારે સારૂ ફેંગ શૂઈ હોય તેવા સ્થળે આરોગ્ય, સંપત્તિ અને સંબંધો આધારભૂત પરિણામો આપે છે. જ્યા અનુકૂળ ફેંગ શૂઈ હોય તેવા સ્થળે તંદુરસ્તી, પ્રેમ અને સમૃદ્ધિ વધે છે. ઘરની આંતરિક ઉર્જા અને કોસ્મિક ઉર્જા બંનેનો એકબીજા સાથે તાલમેલ સાધીને જ ફેંગ શૂઈનો અમલ થઇ શકે છે. તે માટે યાંગ અને યીનનો પૂરક સમન્વય કરવામાં આવે છે.
પ્રકૃતિના નિયમો પર આધાર રાખીને, તેના સિદ્ધાંતો, આયામો અને પરિરૂપ સમજીને ફેંગ શૂઈમાં આરામદાયક એમ્બીયંસ (વાતાવરણ) ઉભું કરીને ઉર્જાનું નિયમન કરવામાં આવે છે. તમારા જીવનની ચોક્કસ અવસ્થાઓને ઉન્નત બનાવી શકો છો, સમસ્યામાંથી માર્ગ મેળવી શકો છો. ફેંગ શૂઈનો મુખ્ય હેતુ જાતને સંતુલિત કરી જીવંત અને ચેતનમય બનાવવાનો છે. આ વાતાવરણમાં ભૌતિક પાસાં તેમજ અન્ય અદ્રશ્ય પાસાંઓનો સમાવેશ થાય છે. જ્યારે ફેંગ શૂઈ આર્ટીકલ્સ યોગ્ય રીતે ગોઠવાયેલ હોય તો તે તમને દરેક રીતે સમૃદ્ધ, સફળ અને ખુશનુમા જીવન પ્રદાન કરે છે. ઘર કે ઓફિસમાં નિષ્ક્રિય ઉર્જાને બિલકુલ નષ્ટ કરી સંભવિત એવી સક્રિય ઉર્જાને કાર્યાન્વિત કરે છે. ફેંગ શૂઈ સંબંધિત આ જાણકારીથી જીન્દગીમાં ધ્યેયની પ્રાપ્તિ સરળ બને છે અને કાર્યોના અવરોધો તથા નકારાત્મક પ્રભાવને દૂર કરી શકાય છે. જીવનના મુખ્ય મુદ્દાઓ પૈકી અમુક પ્રશ્નો પરંપરાગત ફેંગ શૂઈ પ્રેક્ટિસ મારફતે ઉકેલી શકાય છે; અને વિવિધ બાબતોમાં તમને પ્રોત્સાહન મળે છે. યાદ રાખો કે ફેંગ શૂઈ ક્યારેય વ્યક્તિનો મૂળ સ્વભાવ બદલી શકતું નથી.
બાયોરીધમ સાયકલ્સ એ માનવીય ઉર્જા સ્તરો અને વિવિધ બાબતોની ક્ષમતાનું વર્ણન કરનાર પ્રભાવી ચક્રો છે. બાયોરીધમ ચાર્ટમાં વિવિધ પાસાઓને દર્શાવનાર મુખ્ય સમયચક્રનો સમાવેશ થાય છે. બાયોરીધમ જીવનના વિવિધ તબક્કાઓનું નિરૂપણ છે, જે તમારી જન્મતારીખથી શરૂ થાય છે અને તમારા સમગ્ર જીવન પર્યંત ટકે છે. તેના નિયમ પ્રમાણે દરેક વ્યક્તિ ઋતુ પરિવર્તનના ચક્રીય ફેરફારો, ચંદ્રની કલાઓ, દિવસ અને રાતના આવર્તનો વગેરે પરિબળોની અસરથી પ્રભાવિત થાય છે. આ ચક્ર ઘણી બધી વસ્તુઓને પ્રભાવિત કરી શકે છે જેમકે: અનુકૂલન, સંકલન, રોગ કે વ્યાધિનો વ્યાપ, પ્રતિરક્ષા, માનસિક સ્થિરતા, કાર્યની અવધી, મજબૂતાઇ, મિજાજ, તાર્કિક વિચારસરણી, શીખવાની ક્ષમતા, મેમરી-યાદદાસ્ત, કોઠાસૂઝ, વગેરે. તમારો બાયોરીધમ ચાર્ટ તમારી ક્ષમતાની એરણ વિશે લગભગ વાસ્તવિક સંકેત આપી શકે છે. જાપાનીઝ લોકો તેનો ઉપયોગ કામની જગ્યાએ અકસ્માતો અટકાવવા માટે કરે છે. બાયોરીધમ એ શક્તિશાળી અને સરળતાથી ઉપલબ્ધ સાધન છે. તમારા બાયોરીધમ-ચક્રની ગણતરી તમને તમારી પ્રવૃત્તિઓ કે યોજના અંગે મહત્તમ ક્ષમતા હાંસિલ કરવા ખૂબ ઉપયોગી બને છે અને કોઈ ભયજનક બાબતો માટે તમને અગાઉથી ચેતવી શકે છે. બાયોરીધમની મદદથી તમે કોઇ પણ વ્યક્તિની દૈનિક ધોરણે શારીરિક, ભાવનાત્મક, સ્ફુરણાત્મક અને બૌદ્ધિક પરિસ્થિતિનો ખ્યાલ મેળવી શકો છો. બાયોરીધમના અહેવાલો જોઇને તમે વર્તમાન સ્થિતિ અનુસાર વ્યક્તિગત સુસંગતતા અને જટિલતાનું પૃથક્કરણ કરી શકો છો. બાયોરીધમનું અર્થઘટન જીવનચક્રની જાણકારી તેમ પણ કરી શકાય. બાયોરીધમ બૌદ્ધિક, લાગણીશીલ અને ભૌતિક ચક્ર પર ફોકસ કરે છે. કુદરતી રીધમ અને સાયકલ્સનો પ્રવાહ જે તે વ્યક્તિનાં બાયોરીધમ ચાર્ટમાં જોઈ શકાય છે, તેની સાથે તમારા રોજિંદા જીવન પર પ્રભાવ કરનારા તત્વો કે સંવાદિતા-વિસંવાદિતા વિશેની પણ માહિતી મળે છે.

ટેરોટ કાર્ડ

ટેરો કાર્ડ એ પશ્ચિમી દેશોમાં ખૂબ જ પ્રચલિત છે અને હવે ભારતમાં પણ તે પ્રચલિત બની રહ્યું છે. ટેરો કાર્ડમાં પત્તાં હોય છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ પોતાનું ભવિષ્ય કે ભાગ્ય જાણવા માટે ટેરો કાર્ડના જાણકાર જેને ટેરો કાર્ડ રીડર તરીકે ઓળખવામાં આવે છે, તેની પાસે જાય છે ત્યારે તે એક કાર્ડ (પત્તું) કાઢીને તેમાં લખેલું ભવિષ્ય જણાવે છે. જોકે આ વિદ્યા સમજવા જેવી છે. સારું કાર્ડ નીકળ્યું તો સારી ભવિષ્યવાણી થશે અને ખરાબ નીકળ્યું તો ખરાબ,સામાન્ય નીકળે તો સમાન્ય ભવિષ્યવાણી. જોકે ટેરો વિશેષજ્ઞ મનોવિજ્ઞાનને આધાર બનાવીને વ્યક્તિનું ચરિત્ર અને ભવિષ્ય જણાવે છે. હાલના સમયમાં સૌથી પ્રચલિત એવી પદ્ધતિ ટેરોટ કાર્ડ છે. તો ચાલો આજે આપણે ટેરોટ કાર્ડ વિષે વિસ્તૃત જાણકારી મેળવીએ. ટેરોટ કાર્ડ જ્યોતિષની ઘણી બધી શાખાઓનો સમન્વય ધરાવે છે. બાર રાશિ, ન્યુમરોલોજી, સાયકોલોજી, મેજીક, આધ્યાત્મિકતા, અંતઃસ્ફૂરણા જેવા અનેક વિષયનો સમન્વય એટલે ટેરોટ કાર્ડ.

ઉત્પતિ

ટેરોટ કાર્ડ એટલે ચિન્હની દુનિયા. તમે ચિન્હોને જેટલા વધારે સારી રીતે સમજો તેટલી સચોટ રીતે આગાહી કરી શકો છો. ટેરોટ કાર્ડનો ઈતિહાસ આશરે ૮૦૦ વર્ષ જેટલો જૂનો છે. ટેરોટ કાર્ડ મૂળ ઈજિપ્તની શોધ છે. યુરોપ અને ઈટાલી-ફ્રાન્સમાં તેનો એક રમત તરીકે ઉપયોગ શરૂ થયો હતો. ત્યારબાદ ટેરોટ કાર્ડ એક વિદ્યા તરીકે પ્રચલિત બન્યું. ટેરોટ કાર્ડ પર સતત સંશોધન થતાં રહ્યાં છે અને આજે પશ્ચિમી જગત માટે ટેરોટ કાર્ડ એ ભવિષ્ય જાણવાનું ઉત્તમ માધ્યમ બની ગયું છે.

કાર્ડ રીડીંગ

ટેરોટ કાર્ડ દ્વારા વ્યક્તિ પોતાની જાતે જ પ્રશ્નોના જવાબ મેળવી શકે છે. ટેરોટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે મુખ્ય બાબત ધ્યાનમાં રાખવી કે પ્રશ્ન પુછતા સમયે જ તેનું રીડીંગ થવું જોઈએ. આ સિવાય જે તે વ્યક્તિ દ્વારા એક સાથે બે પ્રશ્નો પૂછાવા જોઈએ નહિ. જો આમ થાય તો પ્રશ્નનો જવાબ ખોટો આવી શકે છે. ટેરોટ કાર્ડમાં જે પ્રમાણે કહેવામાં આવે તે રીતે કરવું જરૂરી છે અને તે માટે માનસિક તૈયારી રાખવી જોઈએ. યાદ રહે કે ટેરોટ કાર્ડ ક્યારેય લકી નંબર, રંગ કે નંગ પહેરવાની સલાહ આપતું નથી. ટેરોટ કાર્ડ ઘણાં લોકો શીખવાડતા હોય છે. ટેરોટ પાછળ એક ગણિત રહેલું છે. માટે જ તેની આગાહીઓ મોટા ભાગે સાચી આવે છે. ટેરોટ કાર્ડમાં અંતઃસ્ફૂરણા કામ કરે છે. તેમ છતાં તેમાં તર્ક અને ગણિત બંને રહેલા છે.

ટેરોટ કાર્ડ સિમ્બોલ

ટેરોટ કાર્ડનો આધાર ચિન્હો પર રહેલો છે. ટેરોટ કાર્ડ ચિન્હએ આપણાં જ જીવનનો એક ભાગ છે. ચિન્હો તરીકે નદી, પાણી, દરિયો, પર્વત, પક્ષી, પ્રાણી, હવા, વાદળ, વૃક્ષ, બરફ, પ્રકાશ, અંધકાર, ચંદ્ર, સૂર્ય, તારા, દેવી-દેવતા, દાનવ, માતા-પિતા, સ્ત્રી-પુરુષ, ગુરુ, ન્યાયાધીશ, પ્રેમી યુગલ, જાદુગર, પરી, ૧૨ રાશિ, ઘર, મહેલ, મશાલ, કૂતરા, ધર્મગુરુ, ચક્ર જેવી રોજીંદી વસ્તુઓનો ઉપયોગ થાય છે. આ ચિન્હો આજીવન રહેવાના છે, તે ક્યારેય બદલાવાના નથી. માટે જ કહેવામાં આવે છે કે ટેરોટ કાર્ડ વ્યક્તિઓની સાથે વાતો કરે છે. આ સ્તર સુધી પહોંચવા માટે એકે એક કાર્ડને સમજવું બહુ જ આવશ્યક છે.

ટેરોટ કાર્ડનાં પ્રકારો

ટેરોટ કાર્ડમાં ૭૮ કાર્ડ હોય છે. મોટા ભાગે દરેક કાર્ડ સામાન્ય રીતે ઓછામાં ઓછા ૧૨ અર્થ ધરાવતા હોય છે. જ્યારે એડવાન્સ સ્તરે એક કાર્ડ ઓછામાં ઓછો ૩૦ થી ૩૨ અર્થ ધરાવતા હોય છે. તે માટે પ્રશ્નકર્તાના પ્રશ્ન મુજબ અનુસંધાન મેળવીને જવાબ આપવાના હોય છે. ટેરોટ કાર્ડના મુખ્ય બે પ્રકાર હોય છે : મેજર આરકેનામાં રર અને માયનોર આરકેનામાં ૭૮ કાર્ડથી આગાહી કરવામાં આવે છે. મેજર આરકેના ફૂલ – 0, મેજીસ્યન – 1, હાય પ્રીસ્ટેસ – 2, એમપ્રેસ – 3, એમ્પરર – 4, હોટી ફોન્ટ – 5, લવર્સ – 6, એરીપોટ – 7, સ્ટ્રેન્થ – 8, હારમીટ – 9, વ્હીલ – 10, જસ્ટીસ – 11, હેન્ડગ મેન – 12, ડેથ – 13, ટેમ્પરન્સ – 14, ડેવીલ – 15, ટાવર – 16, સ્ટાર – 17, મુન – 18, સન – 19, જ્જમેન્ટ – 20, વર્લ્ડ – 21. માયનોર આરકેનામાં ચાર જાતના પ્રકાર હોય છે. વોન્ડ, સ્વોર્ડસ, કપ અને કોઈન્સ. આ દરેકમાં ૧૪ કાર્ડ હોય છે.

જયોતિષ શાસ્ત્ર

જયોતિષશાસ્ત્ર એ તમારા જીવનને લગતી ઘટનાઓ જાણવા માટેનું એક વિશિષ્ટ સાધન છે. જીવનના ગૂઢ રહસ્યોની થીમ્સ અને વ્યક્તિગત ભવિષ્ય જાણવા માટે આ વિદ્યાનો વર્ષોથી ઉપયોગ થતો આવ્યો છે. જ્યોતિષવિદ્યાના મૂળ પૌરાણિક સંદર્ભ તથા સાંકેતિક ભાષાઓ પર રચાયેલ છે. ગ્રહોનાં ચિહ્નો, આકાશમંડળ અને અવકાશી પદાર્થોનાં વિવિધ પ્રતીકો દ્વારા જ્યોતિષનું એકસપ્લોરિંગ કરી શકાય છે. જ્યોતિષને વરદાન તરીકે માનવામાં આવે છે. જીવન એ સતત પરિવર્તનશીલ ક્રિયા છે અને તમારા જન્મનાં ગ્રહોની સ્થિતિ એ સમસ્ત જીવનના વિકાસચક્રનું આલેખન કરે છે. ઘણા લોકોને ભવિષ્ય જાણવામાં ઊંડો રસ હોય છે. મૂળભૂત રીતે જ્યોતિષની રચના એટલા માટે કરવામાં આવી છે કે તેના દ્વારા વ્યક્તિ તેની જિંદગીનો સમય અને સમસ્યાઓ જાણી અંતરાય મુક્ત જીવન જીવી શકે છે. જ્યોતિષ આપણને દુરન્દેશીતા કેળવવાનું શીખવે છે, વળી ભવિષ્યમાં કેટલા રસપ્રદ અને મહત્વનાં વળાંકો આવતા જશે તેનું પણ વર્ણન કરે છે. આપ પણ ગ્રહ ગણનાનાં કેટલાક નિયમોનો અભ્યાસ કરી ચોક્કસપણે ભવિષ્યની આગાહી કરી શકો છો. જ્યોતિષવિદ્યાની વાસ્તવિક ઉપયોગીતા એ છે કે જે તમને પોતાના વિશે વિચારતા કરે, તમારા જીવનનો અભિગમ સકારાત્મક રીતે બદલે, તમારી રૂચી અને પ્રકૃતિ અનુસાર આંતરિક શક્તિઓને ઉજાગર કરે. તે ઉપરાંત વિકટ સમસ્યાઓને હળવી કરવામાં કે ઉકેલવામાં પણ મદદ કરી શકે છે. મુખ્ય સમજવાની બાબત એ છે કે જ્યોતિષશાસ્ત્ર કર્મયોગનાં સિદ્ધાંતનું સર્વાંગી સમર્થન કરે છે.
તમારા ભવિષ્યની ઘટનાઓનો ચિતાર આપવાની સાથે સાથે સાવચેતી, આત્મવિશ્વાસ, અગમચેતી તથા આશારૂપી પ્રેરણા આપનાર દુનિયાનું આ પહેલું વિજ્ઞાન છે, કે જેમાં ગ્રહોની સ્થિતિ અને ગતિને મનુષ્યોનાં જીવનપથ સાથે સાંકળવામાં આવે છે. તેનો સંદેશો એવો છે કે જીવનમાં કોઈપણ કામ કરો, તેને પૂરા સમર્પણ, સચ્ચાઈ સાથે સમયની યોગ્ય પરખ કર્યા બાદ કરો. આ સૂત્ર જીવનનાં દરેક તબક્કે જો અજમાવામાં આવે તો સફળતા અને કાર્યસિદ્ધિ અવશ્ય પ્રાપ્ત શક્ય છે. જો કે જ્યોતિષ કે અન્ય વિદ્યાઓ, પૂજા-પાઠ, વ્રત-ઉપવાસ કે ઉપાસના વગેરેને આસ્થા અને શ્રદ્ધાના સિમિત સર્કલથી કાઢીને વિજ્ઞાનની દ્રષ્ટિથી નીરખજો. માત્ર શ્રદ્ધા-વિશ્વાસના સહારે કોઈ માન્યતા ક્યારેય ન સ્વીકારવી (અમે કહીએ તો પણ નહિ). ફળકથન પર અતૂટ ભરોસો કરી લેવો તે આજના બુદ્ધિપ્રધાન અને તાર્કિક સમાજ માટે હિતાવહ નથી. તમારી કસોટી ની એરણ ઉપર ખરું ઉતરે તે જ યોગ્ય ગણવું. જો આવી વૃત્તિ કેળવાય તો જ શાસ્ત્રની ગરિમા સચવાય અને લોકવિશ્વાસ જળવાય. આપણા પ્રાચીન વારસામાં જીવન જીવવાની કળાઓને અઢળક ખજાનો છે જેને આજના યુગને અનુકૂળ બનાવી રજૂ કરવામાં આવે તેવી ખાસ જરૂર છે, વળી આજના યુવાનો પણ આ સમૃદ્ધ વારસાને પોતાના જીવનમાં ઊતારે તે પણ એટલુ જ જરૂરી છે. આજના વયસ્કો અને વડીલો પણ તેમના અનુજોને આ માટેનું મોકળું વાતાવરણ પૂરું પાડે તો ખરેખર આ ક્ષેત્રે નવી ક્ષિતિજોનું વિસ્તરણ થાય.
હથેળીની આડી-અવળી અને સીધી રેખાઓ સિવાય, હાથોનાં ચક્ર, દ્વિપ, ક્રોસ, ચોરસ, ત્રિકોણ, શંખ વગેરેનું અધ્યયન કરીને વ્યક્તિનો ભૂતકાળ અને ભવિષ્ય જણાવવામાં આવે છે. આ ખૂબ જ પ્રાચીન વિદ્યા છે. હાથની બનાવટના વિવિધ પ્રકાર હોય છે: જેમકે દાર્શનિક હાથ, સમકોણ હાથ, આદર્શવાદી હાથ, કલાકાર અથવા વ્યવસાયિક હાથ, સમવિષમ, મિશ્રિત અથવા ચમસાકાર હાથ વગેરે.
  • આંગળીઓના અગ્ર ભાગ અને તેના પર શંખ, ચક્ર વગેરેની સ્થિતિ.
  • ગ્રહોની સ્થિતિ.
  • હથેળીમાં દેખાતા ચિન્હો જેમાં કોણ, ત્રિભૂજ, સમકોણ, ગુણક, નક્ષત્ર, જાલ, દ્વીપ, દારાની સ્થિતિ.
  • હથેળીમાં દેખાતી આકૃતિ કમળ, નક્ષત્ર, સૂર્ય, ચંદ્ર, હસ્તિ, અશ્વ, ધજા, રથ, પર્વત, કંકણ વગેરેની સ્થિતિ.
  • આંગળીઓના પોરામા આડી અને ઉભી રેખાઓની સ્થિતિ.
  • નખની બનાવટ અને તેમા જણાતા ડાઘાઓની સ્થિતિ.
  • હાથમાં દેખાતા મહત્વપૂર્ણ યોગ.
સાબિત થઈ ચૂક્યું છે કે હથેળીની રેખાઓમાં અમુક રહસ્ય છૂપાયેલું છે. આ રેખાઓ મનુષ્યની આંતરિક સ્થિતિ અને ભવિષ્યમાં થનાર ઘટનાઓને જણાવે છે. જેને જોઈને વ્યક્તિની ઘણીબધી બાબતો અંગે જાણી શકાય છે. ફળકથન માત્ર કોઈ રેખા, ચિન્હ કે આકૃતિને જોઈને નહિ પરંતુ પૂરી હથેળી જોઈને આપવામા આવે છે. જેમનો હાથ કોમળ હોય છે તેઓ થોડા શ્રમથી વ્યાકુળ થઈ જાય છે. આવા લોકો આરામપ્રિય અને ધનવાન હોય છે. જયારે રુક્ષ હાથ ધરાવનાર મહેનતુ અને સાહસપૂર્ણ હોય છે.

હાથના પ્રકારને અનુરુપ ફળકથન

  • હસ્તરેખા વિજ્ઞાનમાં સમકોણિક અથવા ચૌકોર હાથને શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. જેઓના હાથ આ પ્રકારના હોય છે તેઓ દયાળુ, ધીર, વીર, ગંભીર હોય છે.
  • ચમસાકારવાળા લોકો આદર્શવાદી, કાર્યકુશળ અને ખ્યાતિ ધરાવનારા હોય છે. આવા લોકો બીજાને લાભદાયી થતા નથી. કાંડાની પાસે જેની હથેળી પહોળી હોય છે તે ચમસાકાર હાથ કહેવાય છે.
  • લાંબો, મજબૂત અને મધ્યમાંથી ઝૂકેલો હાથ, જેની આંગળીઓ જોડાયેલી હોય તેમજ નખ લાંબા હોય તેને દાર્શનિક હાથ કહેવામાં આવે છે. આવા લોકોની વિવેકશક્તિ સાધારણ લોકોની તુલનામાં બહુ ઊંચી હોય છે. દાર્શનિક હાથ ધરાવનારા લોકોની આંગળી કસાયેલી હોય છે. તેઓ પોતાની રચનાત્મકતા થકી લોકોને પ્રભાવિત કરતા હોય છે.
  • બેડોળ હાથને નિકૃષ્ટ પ્રકારનો ગણવામા આવે છે. તે જરુરિયાત કરતા વધુ મોટો કે નાનો હોય છે. નિકૃષ્ટ હાથવાળી વ્યક્તિ શ્રેષ્ઠ હોઈ શકે નહિ. આવા લોકો વધુ ભોગી અને સ્વાર્થી હોય છે.
  • પાતળી, હલકી અને લાંબી આંગળીઓવાળો હાથ આદર્શવાદી કહેવાય છે. જેના હાથ આવા હોય છે તેઓ સ્વપ્નમાં રાચનારા હોય છે.
  • થોડી લંબાઈવાળો હાથ હોય, આંગળીઓનો ઉપરનો ભાગ પાતળો અને નીચલો ભાગ જાડો હોય તો તે કલાકાર અથવા વ્યવસાયિક હાથની શ્રેણીમાં આવે છે. આવા લોકો બીજાની વાતમાં જલદીથી આવી જાય છે. તેઓ કાર્યને વચ્ચેથી છોડી દેનારા હોય છે. વ્યાપારી, કલાકાર, ગાયક, ચિત્રકાર, ર્મૂિતકાર વગેરેના હાથ આ શ્રેણીમાં આવે છે. આ આકારના હાથવાળા લોકોની આંગળીઓ પાતળી અને ફીક્કી હોયતો તેઓ ઈર્ષાળુ અને કપટી હોય છે. જો તેનો હાથ નરમ હોયતો તે લાપરવાહ હોઈ શકે છે.
  • મિશ્રિત લક્ષણોવાળા હાથની કોઈ નિશ્ચિત શ્રેણી હોતી નથી. હાથની આંગળીઓના લક્ષણો જુદાજુદા અને મિશ્રિત હોય છે. મિશ્રિત હાથમાં વિભિન્ન હાથોના લક્ષણોનો સારી રીતે વિચાર કર્યા પછી જ ફળકથન કરવું યોગ્ય ગણાશે.
સામુદ્રિક શાસ્ત્રને સામુદ્રિક વિજ્ઞાન પણ કહેવામા આવે છે. તેની રચના સામુદ્ર મુનિએ કરી હતી. આથી તેને સામુદ્રિક શાસ્ત્ર કહેવામા આવે છે. જેમાં સામુદ્રિક શાસ્ત્રના સિદ્ધાન્ત અનુસાર રેખાઓનું અધ્યયન કરીને ભવિષ્ય બતાવવામા આવે છે. માન્યતા અનુસાર બંને હાથની રેખાઓ સમાન હોતી નથી. કારણ કે ડાબા હાથની રેખાઓ વ્યક્તિના પૂર્વ જન્મ અને જમણા હાથની રેખાઓ આજન્મના કર્મો અનુસાર બને છે અને બગડે છે. આથી બંને હાથનું સમાન રીતે અધ્યયન કરવામા આવે છે. તમામ જગ્યાએ કર્મનું મહત્વ વધુ છે, આથી વ્યક્તિ જે હાથથી કામ કરે છે તેને મહત્વ આપવું જોઈએ. કોઈ વ્યક્તિના ભવિષ્યનું કથન કરતી વખતે તેની હથેળીમાં જોવા મળતી રેખાઓ તેમજ ચિન્હોને ધ્યાનમાં લેવા જોઈએ.
હથેળીનું ધ્યાનથી નિરીક્ષણ કરવામાં આવે તો તેમાં ઘણી રેખાઓ મળીને અમુક ચિન્હો બનાવે છે. આ ચિન્હોમાંથી અમુક ચિન્હો એવા હોય છે કે જેમ કે બિંદુ, ડાઘા વગેરે. જેનુ હાથમાં હોવું સામુદ્રિક શાસ્ત્રમાં હોવું શુભ નથી મનાતુ. આનાથી વિપરીત અમુક ચિન્હ એવા હોય છે કે જે માણસોના ભવિષ્યની તરફ સંકેત કરે છે. ત્રિશુલનું નિશાન સામુદ્રિક જ્યોતિષમાં અતિ ઉત્તમ માનવામાં આવે છે. આવા લોકો બહુ ભાગ્યશાળી હોય છે. શુળ ચિન્હ હથેળીમાં હોવું એ બહુ જ શુભ માનવામાં આવે છે. આ નિશાન જે રેખાની શરૂમાં હોય છે તે રેખાની ગુણવત્તા અને પ્રભાવ તો વધે છે સાથે જ,  જે રેખાની તરફ તેનુ મુખ હોય છે તે પણ શક્તિશાળી અને પ્રભાવશાળી થઇ જાય છે. ત્રિશુલ જે પર્વત પર હોય તે પર્વત ઘણો ફળદાયી હોય છે અને સાથે તેની નજીકના પર્વતને પણ ઉત્તમતા બક્ષે છે. આ નિશાન મંગળ પર્વત પર હોવાથી શિવયોગ બને છે. જે તમને પરોપકારી, ધનવાન, ગુણવાન અને પ્રતિષ્ઠા આપે છે.
હથેળીની જેમ પગથી પણ જાણી શકાય કે તમારૂં નસીબ કેટલું તમારી સાથે છે. પગના તળિયામાં જોવા મળતી રેખાઓથી કોઇ પણ વ્યક્તિના ભવિષ્ય અને સ્વભાવને બતાવે છે અને એ સાથે પગની બનાવટ પણ બતાવે છે કે આપણે કેટલાં નસીબદાર છીએ. સામુદ્રિક શાસ્ત્રના અનુસાર જે વ્યક્તિના પગ પર તર્જની અને ઇંડેક્સ ફિંગર થોડી સ્થુલ અને પુષ્ટ હોય અને કનિષ્ઠિકા (લિટલ ફિંગર) લાંબી હોય તો એવા લોકો સુખી અને પૈસાવાળા હોય છે. અંગુઠાની નીચે એક નાની રેખા નીકળે છે જેને સમૃદ્ધિ રેખા કહે છે. આવા વ્યકિત બહુ જ ધનવાન અને ગુણવાન હોય છે. આ રેખા જેટલી લાંબી હોય તેટલુ વધારે શુભ માનવામાં આવે છે. પગની રેખા સુંદર અને લાલિમા માટે હોય છે તો પણ આવા લોકોના જીવનમાં પૈસાની તંગી નથી સર્જાતી. એડી ગોળાકાર અને નરમ તથા સુંદર હોય તો આવા વ્યક્તિનું જીવન દરેક જાતના સુખ અને ઐશ્વર્યથી ભરેલું હોય છે. જે લોકોના પગમાં શંખમાં ચિન્હ હોય છે તેના દરેક કામ પુરા થાય છે અને આવા લોકોનું નસીબ હંમેશા સાથ આપે છે. જે લોકોના પગમાં આવી વિશેષતાઓ જોવામાં આવે તો તે લોકો બીજાની તુલનામાં બહુ જલ્દી સફળતા પ્રાપ્ત કરે છે. સતત આગળ વધતાં જાય છે. સરળ ભાષામાં કહીએ તો આવા લોકો સામુદ્રિક શાસ્ત્ર અનુસાર બહુ નસીબદાર હોય છે.

વાસ્તુશાસ્ત્ર

વ્યક્તિનો સ્વભાવ અને તેના ઘરની સાથે ઊંડો સંબંધ હોય છે. જેવું ઘર હોય તેવા જ પરિવારના સભ્યોનો સ્વભાવ હોય છે. વાસ્તુ પ્રમાણે ઘરનો દરેક ભાગ, દરેક ખંડનું એક આગવું મહત્વ હોય છે અને આ બધા આપણા સ્વભાવને ઘણા પ્રભાવિત કરે છે. ઘરનું વાસ્તુ જીવનને પ્રભાવિત કરે છે. જીવનમાં સમસ્યાઓ આવવાનું કારણ ઘરનું વાસ્તુ પણ હોઇ શકે છે. તમારૂં જીવન તણાવોથી ઘેરાયેલું રહેતું હોય, હંમેશા કોઇને કોઇ સમસ્યા તમારા પરિવારને સતાવતી હોય, ઘરનાં સભ્યો હંમેશા બીમાર રહેતા હોય, ઘરની આર્થિક પ્રગતિ રૂંધાઇ રહી હોય તો આ બધું વાસ્તુદોષનાં કારણે થાય છે. સુખ અને દુઃખ જીવનના બે પાસા છે. બધાના જીવનમાં સુખ અને દુઃખ આવતાં-જતાં રહેતા હોય છે. કેટલાક લોકોને વધુ પરેશાનીઓ સહન કરવી પડે છે, તો કેટલાક લોકોને ઓછી. વાસ્તુશાસ્ત્રમાં જીવનને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે અનેક ટિપ્સ બતાવવામાં આવી છે. બધાને પોતાના ઘર સાથે ખૂબ જ લગાવ હોય છે. ઘર આપણને આશરો આપવાની સાથે સુખ, શાંતિ, માન-સન્માન અને ધન-વૈભવ સહિત અનેક સુવિધાઓ પ્રદાન કરે છે.

ગ્રાફોલોજી

ગ્રાફોલોજીનો મુખ્ય કોન્સેપ્ટ સમજવા આપણે ગ્રાફોલોજી શું છે અને કઈ રીતે કામ કરે છે એ પ્રથમ જાણીશું. ખરેખર તો માનવીના સાત અલગ અલગ શરીર હોય છે. જેમાં ગ્રાફોલોજી વિજ્ઞાનને સમજવા મુખ્ય ત્રણ શરીરને સમજવું જરૂરી છે. જેમાં સૌથી બહાર હોય છે. મનોમય કોષ પછી પ્રાણમય કોષ અને છેલ્લે આવે છે અન્નમય કોષ, (સ્થૂળ શરીર જે આપણે જોઈ શકીએ છીએ) આ ત્રણેય શરીરના સંગમથી દરેક વ્યક્તિના બાધ વિશ્વની રચના થતી હોય છે. આપણે મનોમય કોષ(મન)માં જે વિચાર કરીએ છીએ, એના પ્રતિભાવ આપણને પ્રાણમય કોષમાં દેખાય છે. પ્રાણમય કોષ એ, ચફો અને ૭૨,૦૦૦ નાડીઓનું સંગમ છે અને એનાથી પ્રાણમય કોષમાં જે ફેરફાર થાય છે એની અસર અન્નમય કોષમાં જે ફેરફાર થાય છે. એની અસર અન્નમય કોષ (આપણા સ્થુળ શરીર) પર દેખાય છે. જેનકે જો આપણે મનમાં કોઈના પ્રત્યે તીવ્ર ગુસ્સો કરીએ કે આપણા કોઈ જુના દુશ્મનનો વિચાર કરીએ, ત્યારે જે મનોભાવ ઉત્પન્ન થાય છે, એની અસર મનોમય કોષમાંથી પ્રાણમય કોષ પર થાય છે. મનમાં નફરતના વિચારો ઊભા થતાં એ વિચારો પ્રાણમય કોષના (૭ ચક્રમાંથી) જે તે ચક્ર પર અસર કરે છે. અને જે ચક્ર પર એની અસર થાય છે. એની સાથે જોડાયેલી ગ્રંથિ નકારાત્મક / અયોગ્ય રસાયણિક સ્ત્રાવ ઉત્પન્ન કરે છે જેનાથી આપણા સ્થૂળ શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે. આ રીતે આપણા મનમાં વારંવાર આવતા નકારાત્મક વિચારો ટેવ બને છે અને વર્ષોથી આવી પેટર્ન મનમાં અંકિત થતાં કેન્સર જેવા મોટા રોગ ઉત્પન્ન થાય છે.

મન પર થતી પ્રારંભિક અસર 

જ્યારે મનુષ્યનો જન્મ થાય છે ત્યારે એનું મન કોરી સ્લેટ જેવું હોય છે. પ્રથમ ૦થી ૭ વર્ષમાં એનાં મન પર દરેક જાતની લાગણીઓ અંકિત થાય છે જે લાગણીઓ એ એની માતા પાસેથી લે છે. જ્યારે ૭થી ૧૪ વર્ષમાં એ એના પિતા અથવા પિતા સમાન પુરુષ પાસેથી દરેક જાતની (કાર્ય પદ્ધતિ) શીખે છે. જે એના પર અંકિત થઈ જાય છે. ઘણી વાર મા-બાપ બાળકોના સબ-કોિન્શયસ મન પર નકારાત્મક પ્રોગ્રામિંગ(નકારાત્મક અસરો) અંકિત કરી દેતા હોય છે. આ નકારાત્મક અસરો પાછળથી ઘણા રોગો અને ઘમી સમસ્યાઓને જન્મ આપે છે. ૧૭ વર્ષના એક કિશોરને હતી જૂઠું બોલવાની ટેવ. ઉદાહરણ તરીકે એક ૧૭ વર્ષના કિશોરના કેસની વાત કરીએ. કમલ જ્યારે અમારી પાસે આવ્યો ત્યારે કંઈ જ બોલતો ન હોતો. પોતાની રજુઆત પણ કરી શકતો ન હોતો. વાતે વાતે જુઠું બોલે, માતાપિતાની વાત સાંભળે જ નહીં તેમજ એને સખત કબજીયાતની સમસ્યાઓ હતી. અમે એના અને એના માતાપિતાના હસ્તાક્ષરો જોયા ત્યારે ખબર પડી કે એના અંતર મનમાં ઊંડે ઊંડે એની માતા પ્રત્યે તીવ્ર ઘ્રુણાનો ભાવ હતો. આનું કારણ એ હતું કે શિસ્તભયૉ વાતાવરણમાં ઉછરેલી એની માતાએ કમલ ચોથા ધોરણમાં હતો ત્યારે એને ગુસ્સામાં ખૂબ માર્યો હતો. અને લોહીલુહાણ કરી દીધો. પછી રાત્રે એના પિતા આગળ આ વાતની રજુઆત કરવાની ના પાડી અને એને શીખવ્યું કે પિતાને કહેજે કે હું તો પડી ગયો હતો. પછી તો કમલ એની માતાનો ગુસ્સો ઉતારવાનું સાધન બની ગયો. આથી ડર નફરત અને જુઠું બોલવાની પેટર્ન એના અંતર મન પર અંકિત થઈ ગઈ. હવે જો એની આ ન બદલવામાં આવે તો આગળ જતાં એ મોટી વાતોમાં જુઠું બોલે, લોકોનો વિશ્વાસ ન જીતી શકે, લગ્ન જીવનમાં ઘણી મોટી સમસ્યાઓ આવી શકે.
ગ્રાફોલોજી દ્વારા એના અંતરમન પરની અસરો જાણી શકયા અને ગ્રાફોથેરાપી દ્વારા એ સમસ્યાનું સમાધાન કરી શકયા. આનાથી એની પાચનસંબંધી સમસ્યામાં માત્ર ત્રણ દિવસમાં સુધારો જોવા મળ્યો. (ખરેખર એની વાત ન સાંભળવાની ટેવથી એના મણીપુરચક્ર પર અસર થતી હતી અને એને સંલગ્ન ગ્રંથિમાં અયોગ્ય રાસાયણિક સ્ત્રાવ ઉત્પન્ન થતાં એને ચયાપચય સંબંધી સમસ્યાઓ ઊભી થતી હતી) તે જ રીતે એની માતાના મનમાં જે વધુ પડતો ગુસ્સો ધ્યાનનો અભાવ વગેરે જ હતા તેનાથી એને ગભૉશયને લગતી સમસ્યાઓ નડતી હતી. માતાની આ જ લાગણીઓ એની પુત્રીમાં પણ આવી જ ગંભીર સમસ્યા તો ઊભી થવાનાં લક્ષણ દીકરીના હસ્તાક્ષર પરથી જોવા મળ્યા.આપણા શરીરમાં થતા ૯૦ ટકા રોગો સાયકોસોમેટિક હોય છે અને ગ્રાફોલોજી દ્વારા રોગો તેમજ સમસ્યાને સમજીને એનું નિરાકરણ લાવી શકાય છે. જીવનના અનેક અકળાવનારા પ્રશ્નો માટે કે ઉજજવળ ભવિષ્યની કેડી કંડારવા માટે ગ્રાફોલોજીની મદદ લઈ શકાય.
રેઈકી અથવા રેકી એ મૂળ જપાનીઝ સંજ્ઞા છે. તેનો અર્થ “વિશ્વ વ્યાપી જીવન શક્તિ” એ થાય, જેને સંસ્કૃતિમાં “પ્રાણ” કહે છે, તેને ચાયનીઝમાં ઘણાં લોકો તેને Cosmic Energy તરીકે સંબોધે છે. ૧૯ ના શતક્ના બીજા ભાગમાં ડૉ. મિકાઉ ઉસુઇ (Mikao Usui) એ આ ઉપચાર પધ્ધતિને (પુન:) સંશોધન દ્વારા તેને આ (રેકી) નામથી અપનાવ્યું. રેકી પધ્ધતિમાં સામેલ ઉર્જાને Reiki Channel (રેકીનું ઉપચાર આપનાર) ઉપચાર લેનાર વ્યક્તિમાં ફેરબદલ કરવામાં આવે છે. તેમાં વિવિધ પધ્ધતિથી ઉપચાર કરવામાં આવે છે અને તેના સિધ્દાંતો બીજા અસરકારક ઉપચાર પધ્ધતિની સમાન છે. તેમ છતાં’ રેકીમાં કોઈ પ્રકારના હબાણ પધ્ધતિથી જરુરી નથી અને Reiki Channel દ્વારા ગ્રહણ કરેલ ચૈતન્ય ઉર્જા ઉપચાર લેના વ્યક્તિમાં active થાય છે. આપણા શરીર સિવાય બીજા કેટલાક શરીર આપણી આસપાસ હોય છે. આપાણી આસપાસ રહેનારા તેજો મંડલ આધુનિક ફોટોગ્રાફીઈથી છાયાચિત્રણ કરતાં હોય છે. યોગામાં આપણા શરીરના આધ્યાત્મિક ઉર્જા કેન્દ્રનું/ચક્રનું ઉલ્લેખન થયું છે. તે કેંદ્ર તેજમંડલના સ્તર પર હોય છે તથા તેનો સંભંધ આપણા શરીરના ઇંડોકાઇન હોય છે. એનો સંબંધ એટ્લો ઘનિષ્ટ હોય છે કે એકમાં નિર્માણ થનાર અસંતુલનની બીજા પર પરિણામ કરે છે. એનો અર્થ એ અર્થ થાય કે, સંસર્ગનો હમલો પ્રથમ તેજમંડલ પર થાય છે ત્યાર પછી શરીર લક્ષણો દેખાય છે એટલે જ તેજમંડલને આરોગ્યપૂર્ણ/સ્વસ્થ રાખવો એટલે રોગથી દૂર જવું (મુક્ત થવું) રેકીને રોજ આચરણ કરવાથી શરીર, મન, ભાવના, આધ્યાત્મિક સ્તર પર સારું પરિણામ આવે છે એટલે ફક્ત રોગ થાય તો જ રેકીનું ઉપયોગ કરવો એવું નથી. રેકી બાળક અથવા કોઇ પણ શરીર આચરણ કરી શકે છે. તે ખુબજ સરળ – સાદો કોશલ્ય છે. જેને રેકી શીખવું હોય, ઉપયોગમાં લેવી હોય તેને રેકીના તંજ્ઞ પાસેથી આત્મસાત કરવો પડે છે તેને લીધે તે વ્યક્તિના શરીરમાંના ચક્ર/કેન્દ્ર ખુલે છે તથા વિશ્વવ્યાપી જીવન ઉર્જાને અસરકારક રીતે મોકલતો માર્ગ તૈયાર થાય છે. રેકીએ સૂચનો કે પુસ્તક દવારા શીખી શકાતું નથી. રેકી એ હાથ વડે ઉપયોગમાં લેવાની એક સચોટ કુદરતી પદ્ધતિ છે. રેકી એટલે બ્રહ્નાંડમાં રહેલી રહસ્યમય શક્તિ, પાવર. રેકીનો જાણકાર આકાશમાંથી શક્તિ મેળવીને પોતાના શરીરના માધ્યમથી તે શક્તિ બીજાને આપે છે. યોગ-શક્તિપાન, કુંડળી જાગૃત કરવી, શરીરનાં સાત ચક્રો જાગૃત કરવા વગેરે રેકીની સારવાર પદ્ધતિમાં ઉપયોગી છે. રેકીથી માનસિક, શારીરિક સમસ્યાઓ દૂર થાય છે. કોઇએ કોઇના મન પર, વિચારો પર કાબૂ કર્યો હોય, સ્વભાવમાં ઉગ્રતા, ચીડિયાપણુ હોય તો તેની સારવાર રેકી પદ્ધતિથી થઇ શકે છે. શિવ અને શક્તિનો સંગમ ‘રેકી’માં છે. શિવ ઊર્જા ઉપરથી નીચેની તરફ આવે છે અને શક્તિ ઊર્જા નીચેથી ઉપરની તરફ મૂલાધાર ચક્ર દ્વારા જતી હોય છે. રેકી દ્વારા કરાતી સારવારનો સંબંધ પ્રકૃતિ સાથે જોડાયેલો છે. ધ્યાન અને આધ્યાત્મિક સાધના વડે રેકી શક્તિ પ્રાપ્ત કરી શકાય. જેમ સૂર્ય આગળ દરેક પ્રકાશ ઝાંખો પડી જાય છે તે જ રીતે અજ્ઞાની માણસને આ શક્તિ પ્રાપ્ત થાય છે ત્યારે તે ઇચ્છે તેમ કરી શકે છે.
મહાત્મા બુદ્ધની શિક્ષા અનુસાર મન વિશે એમ કહેવામાં આવ્યું છે કે મન પોતાનામાં શક્તિસંપન્ન છે કારણ કે આખા શરીરનું સંચાલન ‘મન’ જ કરે છે. તેના વડે જ મન રડે છે, હસે છે, સુખ અથવા દુ:ખ અનુભવે છે. હાલના સંજોગોમાં એલોપથી, આયુર્વેદ, હોમિયોપથી વગેરે સારવાર પદ્ધતિઓ હોવા છતાં રેકીથી સારવાર ખૂબ લોકપ્રિય થઇ રહી છે. રેકી ઉપચારને સૌથી વધુ લોકપ્રિયતા અમેરિકામાં મળી રહી છે. ત્યાંના વિદ્વાનોએ તેનો પ્રચાર કર્યો અને સારવાર કેન્દ્રો ખૂલ્યાં. જ્યાં વર્ષો જુના રોગીઓનો ઇલાજ રેકી પદ્ધતિથી કરવામાં આવી રહ્યો છે. મનની જીત એ જીત છે, મનની હાર એ હાર. જેમણે મન જીતી લીધું તેણે આખા જગતને જીતી લીધું અને મનને આધ્યાત્મિક શક્તિથી જ જીતી શકાય. મનની શક્તિ સ્વયંમાં અદ્ભુત છે, કારણ કે તેમાં એટલી વધારે શક્તિ છે જેના દ્વારા આપણે અસંભવમાં એ સંભવ કાર્ય પણ આસાનીથી કરી શકીએ છીએ, પરંતુ આ કાર્ય માટે સતત અભ્યાસ અને આત્મશુિદ્ધની જરૂર હોય છે. જગતમાં ઈશ્વર પછીની સૌથી મોટી શક્તિ આ ‘મન’ જ છે. મન દ્વારા ઈશ્વર સુધી પહોંચી શકાય છે અને મન દ્વારા જ રહસ્યો શોધી શકાય છે.
રેકીમાં સંપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે આવશ્યક છે કે પ્રયોગકર્તા પોતાના શરીરમાં સ્થિતચક્રોને જાગૃત કરે. આ શક્તિચક્રો કુલ સાત હોય છે, જે મનુષ્યના મેરુદંડમાં સ્થિત હોય છે. તેના સિવાય મૂલાધારમાં સ્થિત કુંડલિની શક્તિનું જાગરણ આવશ્યક છે. નિયમિત અભ્યાસથી તેને જાગૃત કરી શકાય છે. આ શક્તિચક્રોમાં ઘણી શક્તિ છે. વૈજ્ઞાનિકો અને ચિકિત્સકોએ પણ આ શક્તિનો સ્વીકાર કર્યો છે. એલોપથી, હોમિયોપથી તથા આયુર્વેદ ઉપચાર સાથે આ ઉપચાર કરી શકાય છે જે નિર્દોષ છે. જેથી કોઇ આડઅસર નથી.

રેકી માટેના શક્તિચક્રો નીચે મુજબ છે:

  • સહસ્ત્રાર ચક્ર- પીનિયલ ગ્રંથિ
  • આજ્ઞાચક્ર – ગ્રંથિ
  • વિશુદ્ધ ચક્ર – થાઇરોઇડ તથા પેરાથાઇરોઇડ ગ્રંથિ
  • અનાહત ચક્ર – હૃદય ગતિ નિયંત્રણ ગ્રંથિ
  • મણપિુર ચક્ર – પેંક્રિયાસ ગ્રંથિ
  • સ્વાધિષ્ઠાન ચક્ર – એડિનલ ગ્રંથિ
  • મૂળાધાર ચક્ર – પુરુષોમાં અંડ ગ્રંથિ તથા સ્ત્રીઓમાં ડિમ્બ ગ્રંથિઓ
યોગશાસ્ત્ર પ્રમાણે દરેક વ્યક્તિના મૂલાધાર ચક્રને યોગ દ્વારા જાગૃત કરીને સહસ્ત્રાર સુધી લઇ જવામાં આવે છે. તેનાથી આધ્યાત્મિક શક્તિ વધે છે. તેના તેજથી ચહેરો ચમકવા લાગે છે. કુંડલિની શક્તિ મૂલાધારમાં થઇને સ્વાધિષ્ઠાન, મણપિુર, અનાહત, વિશુદ્ધ અને આજ્ઞાચક્ર ભેદીને સહસ્ત્રાર ચક્ર સુધીની યાત્રા કરે છે. આ ચરમ સ્થિતિ હોય છે. આ સફર દરમિયાનના અનુભવોનો આનંદ લેવો જોઇએ.

રેકી નો ફાયદો જીવન માં કેવી રીતે ઉઠાવી શકાય?

રેકી એ જાપાની શબ્દ છે જેનો સાદો અર્થ થાય છે ” જીવન શક્તિ ” . માનવી ના જીવન માં અનંત સુખ, શાંતિ, આનંદ અને આર્થિક સમૃદ્ધિ રેકી દ્વારા શક્ય બનેછે. આપણા શરીરને બહારથી તેમજ અંદરથી ઓળખવાની દ્રષ્ટી રેકીથી મેળવી શકાયછે. આપણા રોગ માંથી ૮૦ % રોગો મનોદૈહિક હોય છે. અર્થાત રોગ નો જન્મ પહેલા મનમાં થાય છે. અને અમુક સમયે તેની અસર શરીર ઉપર દેખાય છે. રેકી દ્વારા મનના શુદ્ધિકરણ નું કાર્ય થતું હોવા થી શારીરિક રોગ નિર્મૂળ થઇ જાય છે. સમગ્ર વિશ્વ ને મંદિ ઘેરી વળી પછી ઘણા લોકો ને માનસિક હતાશા – ડર વગેરે ભાવના ઓ જન્મી હતી. વળી કેટલીક વ્યક્તિઓ ને જુદા જુદા કારણોસર માનસિક અસર રેહેતી હોય છે. એટલી વાત પછી હવે એ જાણી લેવું જોઈએ કે કયા કયા હેતુ માટે રેકી લેવી જોઈએ.

કઈ કઈ બાબતો માં રેકી કામ કરે છે?

  • માનશીક હતાશા દુર કરવામાં
  • શારીરિક રોગો દુર કરવામાં
  • જીવન ને આનંદમય, સુખમય બનાવવામાટે
  • સંતાન ને તેજસ્વી બનાવવામાટે
  • તેજસ્વી સંતાન પ્રાપ્તી માટે
  • નકારાત્મક ભાવનાઓ, વિચારો અને લાગણીઓ દુર કરવામાટે
  • હાથમાં લીધેલા કામ / પ્રોજેક્ટ સફળ બનાવવામાટે

રેકી દ્વારા મટાડી શકાતા રોગો ની યાદી

  • તાવ
  • વ્યસન મુક્તિ
  • એલર્જી
  • લોહી ની કમજોરી
  • હાર્ટ ને લગતી તકલીફો
  • એકાગ્રતા મેળવવા માટે
  • ફેફસાની બીમારી
  • એસીડીટી / ઊલ્ટી
  • નબળી પાચન ક્રિયા
  • કબજિયાત
  • આધાશીશી
  • મધુ પ્રમેહ (Diabetes)
  • હાઈ અને લો બ્લડ દબાણ (Hi-Low Blood Pressure)
  • સંતાન પ્રાપ્તી માટે
તંત્ર-મંત્રની અંદર અનેક ગુપ્ત વિદ્યાઓ પણ હોય છે. આ ગુપ્ત વિદ્યાઓનો ઉપયોગ સાધક પોતાની મનોકામના પૂર્તિ માટે કરે છે. કેટલીક ગુપ્ત વિદ્યાઓ એવી પણ હોય છે જેના માધ્યમથી કોઈ વ્યક્તિ વિશેષને નુકસાન પણ પહોંચાડવામાં આવે છે. જેમ કે, મોહન કર્મ, આકર્ષણ કર્મ, સ્તંભન કર્મ વગેરે. ઉચ્ચાટન કર્મ પણ આ ત્રણનો જ એક ભાગ છે. જે ઉપાયના પ્રયોગ દ્વારા કોઈ વ્યક્તિનું મન ઉચટ જાય અર્થાત્ તે કોઈ પણ કામ સારી રીતે ન કરી શકે તો તેને ઉચ્ચાટન કર્મ કરે છે. આ ઉપાયનો લક્ષ્ય વ્યક્તિની માનસિક સ્થિરતાને નષ્ટ કરવાનું હોય છે. આ ટોટકાના પ્રયોગ જેની ઉપર કરવામાં આવે છે તેમાં ભ્રમ, ભય, અવિશ્વાસ, કંટાળો, અનિશ્ચિતતાની ભાવના આવી જાય છે. તે કોઈ પણ કામ સારી રીતે કરી શકતો નથી. તેનું બૌદ્ધિક સંતુલન નષ્ટ થઈ જાય છે. એવો વ્યક્તિ કોઈ એક જગ્યાએ વધુ વાર સુધી બેસતો નથી. તેનું મન દરેક પળે નવા વિચાર કરતું રહે છે. ટોટકા દ્વારા ઉચ્ચાટન કર્મ કરી સાધક કોઈપણ વ્યક્તિની પ્રગતિને રોકી દે છે. તંત્રશાસ્ત્રમાં આ ક્રિયાને ખૂબ જ અનિષ્ટકારી માનવામાં આવે છે. જો ઉચ્ચાટન કર્મ કરતી વખતે થોડી ભૂલ થઈ જાય તો તેના દુષ્પ્રભાવ સાધક ઉપર પણ પડે છે.
જો તમને એવું લાગે કે તમારા દુશ્મનોએ તમારી ઉપર તંત્ર પ્રયોગ કરી રહ્યા છે, જેનાથી તમને શારીરિક, માનસિક અને આર્થિક નુકસાન થઈ રહ્યું હોય તો તમે કોઈપણ પ્રકારના તંત્રોથી આસાનીથી બચી શકો છો. તંત્ર, તાંત્રિક કે ટોણા-ટોટકાના નામ સાંભળતા જ દરેક માણસના મનમાં એક જિજ્ઞાસા ઊભી થાય છે કે છેવટે તંત્ર હોય છે શું ? તંત્ર માત્ર અનિષ્ટ કાર્યો માટે જ નથી પણ એક પ્રકારે એવી વિદ્યા છે જે વ્યક્તિના શરીરને અનુશાસિત બનાવે છે, શરીર ઉપર પોતાનું નિયંત્રણ વધારે છે. મોટાભાગે એવું જોવા મળે છે કે તંત્રની પરિભાષા ખૂબ જ સીધી અને સરળ છે. સામાન્ય શબ્દોમાં કહીએ તો તંત્ર શબ્દનો અર્થ અર્થાત્ શરીર સાથે જોડાયેલ છે. આવી સિદ્ધિઓ જેને પ્રાપ્ત કરવા માટે તનથી સાધવી પડે, અથવા એવી સિદ્ધિઓ જેને શરીરની સાધનાથી મેળવી શકાય. તેને તંત્ર કહે છે. તંત્ર એક પ્રકારે શરીરની સાધના છે. એક એવી સાધના પ્રણાલી જેમાં કેન્દ્ર શરીર હોય છે. તંત્ર શાસ્ત્રની શરૂઆત ભગવાન શિવને માનવામાં આવે છે. શિવ અને શક્તિ જ તંત્ર શાસ્ત્રના અધિષ્ઠાતા દેવતા છે. શિવ અને શક્તિની સાધના વગર તંત્ર સિદ્ધ નથી કરી શકાતા. તંત્રશાસ્ત્ર વિશે અજ્ઞાનતા જ તેના ડરનું કારણ છે. વાસ્તવમાં તંત્ર કોઈ એક પ્રણાલી નથી, તંત્રશાસ્ત્રમાં પણ અનેક પંથ અને શૈલીઓ હોય છે. તંત્ર શાસ્ત્ર વેદોના સમયથી આપણા ધર્મનું અભિન્ન અંગ રહ્યું છે. વેદોમાં પણ તેનો ઉલ્લેખ છે અને કેટલાક એવા મંત્ર પણ છે જે પરલૌકિક શક્તિઓ સાથે સંકળાયેલા છે એટલે કહેવામાં આવે છે કે તંત્ર વૈદિક કાલીન છે.