સામુદ્રિક શાસ્ત્રને સામુદ્રિક વિજ્ઞાન પણ કહેવામા આવે છે. તેની રચના સામુદ્ર મુનિએ કરી હતી. આથી તેને સામુદ્રિક શાસ્ત્ર કહેવામા આવે છે. જેમાં સામુદ્રિક શાસ્ત્રના સિદ્ધાન્ત અનુસાર રેખાઓનું અધ્યયન કરીને ભવિષ્ય બતાવવામા આવે છે. માન્યતા અનુસાર બંને હાથની રેખાઓ સમાન હોતી નથી. કારણ કે ડાબા હાથની રેખાઓ વ્યક્તિના પૂર્વ જન્મ અને જમણા હાથની રેખાઓ આજન્મના કર્મો અનુસાર બને છે અને બગડે છે. આથી બંને હાથનું સમાન રીતે અધ્યયન કરવામા આવે છે. તમામ જગ્યાએ કર્મનું મહત્વ વધુ છે, આથી વ્યક્તિ જે હાથથી કામ કરે છે તેને મહત્વ આપવું જોઈએ. કોઈ વ્યક્તિના ભવિષ્યનું કથન કરતી વખતે તેની હથેળીમાં જોવા મળતી રેખાઓ તેમજ ચિન્હોને ધ્યાનમાં લેવા જોઈએ.
હથેળીનું ધ્યાનથી નિરીક્ષણ કરવામાં આવે તો તેમાં ઘણી રેખાઓ મળીને અમુક ચિન્હો બનાવે છે. આ ચિન્હોમાંથી અમુક ચિન્હો એવા હોય છે કે જેમ કે બિંદુ, ડાઘા વગેરે. જેનુ હાથમાં હોવું સામુદ્રિક શાસ્ત્રમાં હોવું શુભ નથી મનાતુ. આનાથી વિપરીત અમુક ચિન્હ એવા હોય છે કે જે માણસોના ભવિષ્યની તરફ સંકેત કરે છે. ત્રિશુલનું નિશાન સામુદ્રિક જ્યોતિષમાં અતિ ઉત્તમ માનવામાં આવે છે. આવા લોકો બહુ ભાગ્યશાળી હોય છે. શુળ ચિન્હ હથેળીમાં હોવું એ બહુ જ શુભ માનવામાં આવે છે. આ નિશાન જે રેખાની શરૂમાં હોય છે તે રેખાની ગુણવત્તા અને પ્રભાવ તો વધે છે સાથે જ, જે રેખાની તરફ તેનુ મુખ હોય છે તે પણ શક્તિશાળી અને પ્રભાવશાળી થઇ જાય છે. ત્રિશુલ જે પર્વત પર હોય તે પર્વત ઘણો ફળદાયી હોય છે અને સાથે તેની નજીકના પર્વતને પણ ઉત્તમતા બક્ષે છે. આ નિશાન મંગળ પર્વત પર હોવાથી શિવયોગ બને છે. જે તમને પરોપકારી, ધનવાન, ગુણવાન અને પ્રતિષ્ઠા આપે છે.
હથેળીની જેમ પગથી પણ જાણી શકાય કે તમારૂં નસીબ કેટલું તમારી સાથે છે. પગના તળિયામાં જોવા મળતી રેખાઓથી કોઇ પણ વ્યક્તિના ભવિષ્ય અને સ્વભાવને બતાવે છે અને એ સાથે પગની બનાવટ પણ બતાવે છે કે આપણે કેટલાં નસીબદાર છીએ. સામુદ્રિક શાસ્ત્રના અનુસાર જે વ્યક્તિના પગ પર તર્જની અને ઇંડેક્સ ફિંગર થોડી સ્થુલ અને પુષ્ટ હોય અને કનિષ્ઠિકા (લિટલ ફિંગર) લાંબી હોય તો એવા લોકો સુખી અને પૈસાવાળા હોય છે. અંગુઠાની નીચે એક નાની રેખા નીકળે છે જેને સમૃદ્ધિ રેખા કહે છે. આવા વ્યકિત બહુ જ ધનવાન અને ગુણવાન હોય છે. આ રેખા જેટલી લાંબી હોય તેટલુ વધારે શુભ માનવામાં આવે છે. પગની રેખા સુંદર અને લાલિમા માટે હોય છે તો પણ આવા લોકોના જીવનમાં પૈસાની તંગી નથી સર્જાતી. એડી ગોળાકાર અને નરમ તથા સુંદર હોય તો આવા વ્યક્તિનું જીવન દરેક જાતના સુખ અને ઐશ્વર્યથી ભરેલું હોય છે. જે લોકોના પગમાં શંખમાં ચિન્હ હોય છે તેના દરેક કામ પુરા થાય છે અને આવા લોકોનું નસીબ હંમેશા સાથ આપે છે. જે લોકોના પગમાં આવી વિશેષતાઓ જોવામાં આવે તો તે લોકો બીજાની તુલનામાં બહુ જલ્દી સફળતા પ્રાપ્ત કરે છે. સતત આગળ વધતાં જાય છે. સરળ ભાષામાં કહીએ તો આવા લોકો સામુદ્રિક શાસ્ત્ર અનુસાર બહુ નસીબદાર હોય છે.
પ્રતિસાદ આપો