ભવિષ્ય વિજ્ઞાન

ટેરોટ કાર્ડ


ટેરો કાર્ડ એ પશ્ચિમી દેશોમાં ખૂબ જ પ્રચલિત છે અને હવે ભારતમાં પણ તે પ્રચલિત બની રહ્યું છે. ટેરો કાર્ડમાં પત્તાં હોય છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ પોતાનું ભવિષ્ય કે ભાગ્ય જાણવા માટે ટેરો કાર્ડના જાણકાર જેને ટેરો કાર્ડ રીડર તરીકે ઓળખવામાં આવે છે, તેની પાસે જાય છે ત્યારે તે એક કાર્ડ (પત્તું) કાઢીને તેમાં લખેલું ભવિષ્ય જણાવે છે. જોકે આ વિદ્યા સમજવા જેવી છે. સારું કાર્ડ નીકળ્યું તો સારી ભવિષ્યવાણી થશે અને ખરાબ નીકળ્યું તો ખરાબ,સામાન્ય નીકળે તો સમાન્ય ભવિષ્યવાણી. જોકે ટેરો વિશેષજ્ઞ મનોવિજ્ઞાનને આધાર બનાવીને વ્યક્તિનું ચરિત્ર અને ભવિષ્ય જણાવે છે. હાલના સમયમાં સૌથી પ્રચલિત એવી પદ્ધતિ ટેરોટ કાર્ડ છે. તો ચાલો આજે આપણે ટેરોટ કાર્ડ વિષે વિસ્તૃત જાણકારી મેળવીએ. ટેરોટ કાર્ડ જ્યોતિષની ઘણી બધી શાખાઓનો સમન્વય ધરાવે છે. બાર રાશિ, ન્યુમરોલોજી, સાયકોલોજી, મેજીક, આધ્યાત્મિકતા, અંતઃસ્ફૂરણા જેવા અનેક વિષયનો સમન્વય એટલે ટેરોટ કાર્ડ.

ઉત્પતિ

ટેરોટ કાર્ડ એટલે ચિન્હની દુનિયા. તમે ચિન્હોને જેટલા વધારે સારી રીતે સમજો તેટલી સચોટ રીતે આગાહી કરી શકો છો. ટેરોટ કાર્ડનો ઈતિહાસ આશરે ૮૦૦ વર્ષ જેટલો જૂનો છે. ટેરોટ કાર્ડ મૂળ ઈજિપ્તની શોધ છે. યુરોપ અને ઈટાલી-ફ્રાન્સમાં તેનો એક રમત તરીકે ઉપયોગ શરૂ થયો હતો. ત્યારબાદ ટેરોટ કાર્ડ એક વિદ્યા તરીકે પ્રચલિત બન્યું. ટેરોટ કાર્ડ પર સતત સંશોધન થતાં રહ્યાં છે અને આજે પશ્ચિમી જગત માટે ટેરોટ કાર્ડ એ ભવિષ્ય જાણવાનું ઉત્તમ માધ્યમ બની ગયું છે.

કાર્ડ રીડીંગ

ટેરોટ કાર્ડ દ્વારા વ્યક્તિ પોતાની જાતે જ પ્રશ્નોના જવાબ મેળવી શકે છે. ટેરોટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે મુખ્ય બાબત ધ્યાનમાં રાખવી કે પ્રશ્ન પુછતા સમયે જ તેનું રીડીંગ થવું જોઈએ. આ સિવાય જે તે વ્યક્તિ દ્વારા એક સાથે બે પ્રશ્નો પૂછાવા જોઈએ નહિ. જો આમ થાય તો પ્રશ્નનો જવાબ ખોટો આવી શકે છે. ટેરોટ કાર્ડમાં જે પ્રમાણે કહેવામાં આવે તે રીતે કરવું જરૂરી છે અને તે માટે માનસિક તૈયારી રાખવી જોઈએ. યાદ રહે કે ટેરોટ કાર્ડ ક્યારેય લકી નંબર, રંગ કે નંગ પહેરવાની સલાહ આપતું નથી. ટેરોટ કાર્ડ ઘણાં લોકો શીખવાડતા હોય છે. ટેરોટ પાછળ એક ગણિત રહેલું છે. માટે જ તેની આગાહીઓ મોટા ભાગે સાચી આવે છે. ટેરોટ કાર્ડમાં અંતઃસ્ફૂરણા કામ કરે છે. તેમ છતાં તેમાં તર્ક અને ગણિત બંને રહેલા છે.

ટેરોટ કાર્ડ સિમ્બોલ

ટેરોટ કાર્ડનો આધાર ચિન્હો પર રહેલો છે. ટેરોટ કાર્ડ ચિન્હએ આપણાં જ જીવનનો એક ભાગ છે. ચિન્હો તરીકે નદી, પાણી, દરિયો, પર્વત, પક્ષી, પ્રાણી, હવા, વાદળ, વૃક્ષ, બરફ, પ્રકાશ, અંધકાર, ચંદ્ર, સૂર્ય, તારા, દેવી-દેવતા, દાનવ, માતા-પિતા, સ્ત્રી-પુરુષ, ગુરુ, ન્યાયાધીશ, પ્રેમી યુગલ, જાદુગર, પરી, ૧૨ રાશિ, ઘર, મહેલ, મશાલ, કૂતરા, ધર્મગુરુ, ચક્ર જેવી રોજીંદી વસ્તુઓનો ઉપયોગ થાય છે. આ ચિન્હો આજીવન રહેવાના છે, તે ક્યારેય બદલાવાના નથી. માટે જ કહેવામાં આવે છે કે ટેરોટ કાર્ડ વ્યક્તિઓની સાથે વાતો કરે છે. આ સ્તર સુધી પહોંચવા માટે એકે એક કાર્ડને સમજવું બહુ જ આવશ્યક છે.

ટેરોટ કાર્ડનાં પ્રકારો

ટેરોટ કાર્ડમાં ૭૮ કાર્ડ હોય છે. મોટા ભાગે દરેક કાર્ડ સામાન્ય રીતે ઓછામાં ઓછા ૧૨ અર્થ ધરાવતા હોય છે. જ્યારે એડવાન્સ સ્તરે એક કાર્ડ ઓછામાં ઓછો ૩૦ થી ૩૨ અર્થ ધરાવતા હોય છે. તે માટે પ્રશ્નકર્તાના પ્રશ્ન મુજબ અનુસંધાન મેળવીને જવાબ આપવાના હોય છે. ટેરોટ કાર્ડના મુખ્ય બે પ્રકાર હોય છે : મેજર આરકેનામાં રર અને માયનોર આરકેનામાં ૭૮ કાર્ડથી આગાહી કરવામાં આવે છે. મેજર આરકેના ફૂલ – 0, મેજીસ્યન – 1, હાય પ્રીસ્ટેસ – 2, એમપ્રેસ – 3, એમ્પરર – 4, હોટી ફોન્ટ – 5, લવર્સ – 6, એરીપોટ – 7, સ્ટ્રેન્થ – 8, હારમીટ – 9, વ્હીલ – 10, જસ્ટીસ – 11, હેન્ડગ મેન – 12, ડેથ – 13, ટેમ્પરન્સ – 14, ડેવીલ – 15, ટાવર – 16, સ્ટાર – 17, મુન – 18, સન – 19, જ્જમેન્ટ – 20, વર્લ્ડ – 21. માયનોર આરકેનામાં ચાર જાતના પ્રકાર હોય છે. વોન્ડ, સ્વોર્ડસ, કપ અને કોઈન્સ. આ દરેકમાં ૧૪ કાર્ડ હોય છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: