તંત્ર શાસ્ત્ર
તંત્ર-મંત્રની અંદર અનેક ગુપ્ત વિદ્યાઓ પણ હોય છે. આ ગુપ્ત વિદ્યાઓનો ઉપયોગ સાધક પોતાની મનોકામના પૂર્તિ માટે કરે છે. કેટલીક ગુપ્ત વિદ્યાઓ એવી પણ હોય છે જેના માધ્યમથી કોઈ વ્યક્તિ વિશેષને નુકસાન પણ પહોંચાડવામાં આવે છે. જેમ કે, મોહન કર્મ, આકર્ષણ કર્મ, સ્તંભન કર્મ વગેરે. ઉચ્ચાટન કર્મ પણ આ ત્રણનો જ એક ભાગ છે. જે ઉપાયના પ્રયોગ દ્વારા કોઈ વ્યક્તિનું મન ઉચટ જાય અર્થાત્ તે કોઈ પણ કામ સારી રીતે ન કરી શકે તો તેને ઉચ્ચાટન કર્મ કરે છે. આ ઉપાયનો લક્ષ્ય વ્યક્તિની માનસિક સ્થિરતાને નષ્ટ કરવાનું હોય છે. આ ટોટકાના પ્રયોગ જેની ઉપર કરવામાં આવે છે તેમાં ભ્રમ, ભય, અવિશ્વાસ, કંટાળો, અનિશ્ચિતતાની ભાવના આવી જાય છે. તે કોઈ પણ કામ સારી રીતે કરી શકતો નથી. તેનું બૌદ્ધિક સંતુલન નષ્ટ થઈ જાય છે. એવો વ્યક્તિ કોઈ એક જગ્યાએ વધુ વાર સુધી બેસતો નથી. તેનું મન દરેક પળે નવા વિચાર કરતું રહે છે. ટોટકા દ્વારા ઉચ્ચાટન કર્મ કરી સાધક કોઈપણ વ્યક્તિની પ્રગતિને રોકી દે છે. તંત્રશાસ્ત્રમાં આ ક્રિયાને ખૂબ જ અનિષ્ટકારી માનવામાં આવે છે. જો ઉચ્ચાટન કર્મ કરતી વખતે થોડી ભૂલ થઈ જાય તો તેના દુષ્પ્રભાવ સાધક ઉપર પણ પડે છે.
જો તમને એવું લાગે કે તમારા દુશ્મનોએ તમારી ઉપર તંત્ર પ્રયોગ કરી રહ્યા છે, જેનાથી તમને શારીરિક, માનસિક અને આર્થિક નુકસાન થઈ રહ્યું હોય તો તમે કોઈપણ પ્રકારના તંત્રોથી આસાનીથી બચી શકો છો. તંત્ર, તાંત્રિક કે ટોણા-ટોટકાના નામ સાંભળતા જ દરેક માણસના મનમાં એક જિજ્ઞાસા ઊભી થાય છે કે છેવટે તંત્ર હોય છે શું ? તંત્ર માત્ર અનિષ્ટ કાર્યો માટે જ નથી પણ એક પ્રકારે એવી વિદ્યા છે જે વ્યક્તિના શરીરને અનુશાસિત બનાવે છે, શરીર ઉપર પોતાનું નિયંત્રણ વધારે છે. મોટાભાગે એવું જોવા મળે છે કે તંત્રની પરિભાષા ખૂબ જ સીધી અને સરળ છે. સામાન્ય શબ્દોમાં કહીએ તો તંત્ર શબ્દનો અર્થ અર્થાત્ શરીર સાથે જોડાયેલ છે. આવી સિદ્ધિઓ જેને પ્રાપ્ત કરવા માટે તનથી સાધવી પડે, અથવા એવી સિદ્ધિઓ જેને શરીરની સાધનાથી મેળવી શકાય. તેને તંત્ર કહે છે. તંત્ર એક પ્રકારે શરીરની સાધના છે. એક એવી સાધના પ્રણાલી જેમાં કેન્દ્ર શરીર હોય છે. તંત્ર શાસ્ત્રની શરૂઆત ભગવાન શિવને માનવામાં આવે છે. શિવ અને શક્તિ જ તંત્ર શાસ્ત્રના અધિષ્ઠાતા દેવતા છે. શિવ અને શક્તિની સાધના વગર તંત્ર સિદ્ધ નથી કરી શકાતા. તંત્રશાસ્ત્ર વિશે અજ્ઞાનતા જ તેના ડરનું કારણ છે. વાસ્તવમાં તંત્ર કોઈ એક પ્રણાલી નથી, તંત્રશાસ્ત્રમાં પણ અનેક પંથ અને શૈલીઓ હોય છે. તંત્ર શાસ્ત્ર વેદોના સમયથી આપણા ધર્મનું અભિન્ન અંગ રહ્યું છે. વેદોમાં પણ તેનો ઉલ્લેખ છે અને કેટલાક એવા મંત્ર પણ છે જે પરલૌકિક શક્તિઓ સાથે સંકળાયેલા છે એટલે કહેવામાં આવે છે કે તંત્ર વૈદિક કાલીન છે.