ભવિષ્ય વિજ્ઞાન

Posts tagged ‘બાયોરીધમ’

બાયોરીધમ

બાયોરીધમ સાયકલ્સ એ માનવીય ઉર્જા સ્તરો અને વિવિધ બાબતોની ક્ષમતાનું વર્ણન કરનાર પ્રભાવી ચક્રો છે. બાયોરીધમ ચાર્ટમાં વિવિધ પાસાઓને દર્શાવનાર મુખ્ય સમયચક્રનો સમાવેશ થાય છે. બાયોરીધમ જીવનના વિવિધ તબક્કાઓનું નિરૂપણ છે, જે તમારી જન્મતારીખથી શરૂ થાય છે અને તમારા સમગ્ર જીવન પર્યંત ટકે છે. તેના નિયમ પ્રમાણે દરેક વ્યક્તિ ઋતુ પરિવર્તનના ચક્રીય ફેરફારો, ચંદ્રની કલાઓ, દિવસ અને રાતના આવર્તનો વગેરે પરિબળોની અસરથી પ્રભાવિત થાય છે. આ ચક્ર ઘણી બધી વસ્તુઓને પ્રભાવિત કરી શકે છે જેમકે: અનુકૂલન, સંકલન, રોગ કે વ્યાધિનો વ્યાપ, પ્રતિરક્ષા, માનસિક સ્થિરતા, કાર્યની અવધી, મજબૂતાઇ, મિજાજ, તાર્કિક વિચારસરણી, શીખવાની ક્ષમતા, મેમરી-યાદદાસ્ત, કોઠાસૂઝ, વગેરે. તમારો બાયોરીધમ ચાર્ટ તમારી ક્ષમતાની એરણ વિશે લગભગ વાસ્તવિક સંકેત આપી શકે છે. જાપાનીઝ લોકો તેનો ઉપયોગ કામની જગ્યાએ અકસ્માતો અટકાવવા માટે કરે છે. બાયોરીધમ એ શક્તિશાળી અને સરળતાથી ઉપલબ્ધ સાધન છે. તમારા બાયોરીધમ-ચક્રની ગણતરી તમને તમારી પ્રવૃત્તિઓ કે યોજના અંગે મહત્તમ ક્ષમતા હાંસિલ કરવા ખૂબ ઉપયોગી બને છે અને કોઈ ભયજનક બાબતો માટે તમને અગાઉથી ચેતવી શકે છે. બાયોરીધમની મદદથી તમે કોઇ પણ વ્યક્તિની દૈનિક ધોરણે શારીરિક, ભાવનાત્મક, સ્ફુરણાત્મક અને બૌદ્ધિક પરિસ્થિતિનો ખ્યાલ મેળવી શકો છો. બાયોરીધમના અહેવાલો જોઇને તમે વર્તમાન સ્થિતિ અનુસાર વ્યક્તિગત સુસંગતતા અને જટિલતાનું પૃથક્કરણ કરી શકો છો. બાયોરીધમનું અર્થઘટન જીવનચક્રની જાણકારી તેમ પણ કરી શકાય. બાયોરીધમ બૌદ્ધિક, લાગણીશીલ અને ભૌતિક ચક્ર પર ફોકસ કરે છે. કુદરતી રીધમ અને સાયકલ્સનો પ્રવાહ જે તે વ્યક્તિનાં બાયોરીધમ ચાર્ટમાં જોઈ શકાય છે, તેની સાથે તમારા રોજિંદા જીવન પર પ્રભાવ કરનારા તત્વો કે સંવાદિતા-વિસંવાદિતા વિશેની પણ માહિતી મળે છે.