વાસ્તુશાસ્ત્ર
વ્યક્તિનો સ્વભાવ અને તેના ઘરની સાથે ઊંડો સંબંધ હોય છે. જેવું ઘર હોય તેવા જ પરિવારના સભ્યોનો સ્વભાવ હોય છે. વાસ્તુ પ્રમાણે ઘરનો દરેક ભાગ, દરેક ખંડનું એક આગવું મહત્વ હોય છે અને આ બધા આપણા સ્વભાવને ઘણા પ્રભાવિત કરે છે. ઘરનું વાસ્તુ જીવનને પ્રભાવિત કરે છે. જીવનમાં સમસ્યાઓ આવવાનું કારણ ઘરનું વાસ્તુ પણ હોઇ શકે છે. તમારૂં જીવન તણાવોથી ઘેરાયેલું રહેતું હોય, હંમેશા કોઇને કોઇ સમસ્યા તમારા પરિવારને સતાવતી હોય, ઘરનાં સભ્યો હંમેશા બીમાર રહેતા હોય, ઘરની આર્થિક પ્રગતિ રૂંધાઇ રહી હોય તો આ બધું વાસ્તુદોષનાં કારણે થાય છે. સુખ અને દુઃખ જીવનના બે પાસા છે. બધાના જીવનમાં સુખ અને દુઃખ આવતાં-જતાં રહેતા હોય છે. કેટલાક લોકોને વધુ પરેશાનીઓ સહન કરવી પડે છે, તો કેટલાક લોકોને ઓછી. વાસ્તુશાસ્ત્રમાં જીવનને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે અનેક ટિપ્સ બતાવવામાં આવી છે. બધાને પોતાના ઘર સાથે ખૂબ જ લગાવ હોય છે. ઘર આપણને આશરો આપવાની સાથે સુખ, શાંતિ, માન-સન્માન અને ધન-વૈભવ સહિત અનેક સુવિધાઓ પ્રદાન કરે છે.