ભવિષ્ય વિજ્ઞાન

Posts tagged ‘હસ્તરેખા શાસ્ત્ર’

હસ્તરેખા શાસ્ત્ર

હથેળીની આડી-અવળી અને સીધી રેખાઓ સિવાય, હાથોનાં ચક્ર, દ્વિપ, ક્રોસ, ચોરસ, ત્રિકોણ, શંખ વગેરેનું અધ્યયન કરીને વ્યક્તિનો ભૂતકાળ અને ભવિષ્ય જણાવવામાં આવે છે. આ ખૂબ જ પ્રાચીન વિદ્યા છે. હાથની બનાવટના વિવિધ પ્રકાર હોય છે: જેમકે દાર્શનિક હાથ, સમકોણ હાથ, આદર્શવાદી હાથ, કલાકાર અથવા વ્યવસાયિક હાથ, સમવિષમ, મિશ્રિત અથવા ચમસાકાર હાથ વગેરે.
  • આંગળીઓના અગ્ર ભાગ અને તેના પર શંખ, ચક્ર વગેરેની સ્થિતિ.
  • ગ્રહોની સ્થિતિ.
  • હથેળીમાં દેખાતા ચિન્હો જેમાં કોણ, ત્રિભૂજ, સમકોણ, ગુણક, નક્ષત્ર, જાલ, દ્વીપ, દારાની સ્થિતિ.
  • હથેળીમાં દેખાતી આકૃતિ કમળ, નક્ષત્ર, સૂર્ય, ચંદ્ર, હસ્તિ, અશ્વ, ધજા, રથ, પર્વત, કંકણ વગેરેની સ્થિતિ.
  • આંગળીઓના પોરામા આડી અને ઉભી રેખાઓની સ્થિતિ.
  • નખની બનાવટ અને તેમા જણાતા ડાઘાઓની સ્થિતિ.
  • હાથમાં દેખાતા મહત્વપૂર્ણ યોગ.
સાબિત થઈ ચૂક્યું છે કે હથેળીની રેખાઓમાં અમુક રહસ્ય છૂપાયેલું છે. આ રેખાઓ મનુષ્યની આંતરિક સ્થિતિ અને ભવિષ્યમાં થનાર ઘટનાઓને જણાવે છે. જેને જોઈને વ્યક્તિની ઘણીબધી બાબતો અંગે જાણી શકાય છે. ફળકથન માત્ર કોઈ રેખા, ચિન્હ કે આકૃતિને જોઈને નહિ પરંતુ પૂરી હથેળી જોઈને આપવામા આવે છે. જેમનો હાથ કોમળ હોય છે તેઓ થોડા શ્રમથી વ્યાકુળ થઈ જાય છે. આવા લોકો આરામપ્રિય અને ધનવાન હોય છે. જયારે રુક્ષ હાથ ધરાવનાર મહેનતુ અને સાહસપૂર્ણ હોય છે.

હાથના પ્રકારને અનુરુપ ફળકથન

  • હસ્તરેખા વિજ્ઞાનમાં સમકોણિક અથવા ચૌકોર હાથને શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. જેઓના હાથ આ પ્રકારના હોય છે તેઓ દયાળુ, ધીર, વીર, ગંભીર હોય છે.
  • ચમસાકારવાળા લોકો આદર્શવાદી, કાર્યકુશળ અને ખ્યાતિ ધરાવનારા હોય છે. આવા લોકો બીજાને લાભદાયી થતા નથી. કાંડાની પાસે જેની હથેળી પહોળી હોય છે તે ચમસાકાર હાથ કહેવાય છે.
  • લાંબો, મજબૂત અને મધ્યમાંથી ઝૂકેલો હાથ, જેની આંગળીઓ જોડાયેલી હોય તેમજ નખ લાંબા હોય તેને દાર્શનિક હાથ કહેવામાં આવે છે. આવા લોકોની વિવેકશક્તિ સાધારણ લોકોની તુલનામાં બહુ ઊંચી હોય છે. દાર્શનિક હાથ ધરાવનારા લોકોની આંગળી કસાયેલી હોય છે. તેઓ પોતાની રચનાત્મકતા થકી લોકોને પ્રભાવિત કરતા હોય છે.
  • બેડોળ હાથને નિકૃષ્ટ પ્રકારનો ગણવામા આવે છે. તે જરુરિયાત કરતા વધુ મોટો કે નાનો હોય છે. નિકૃષ્ટ હાથવાળી વ્યક્તિ શ્રેષ્ઠ હોઈ શકે નહિ. આવા લોકો વધુ ભોગી અને સ્વાર્થી હોય છે.
  • પાતળી, હલકી અને લાંબી આંગળીઓવાળો હાથ આદર્શવાદી કહેવાય છે. જેના હાથ આવા હોય છે તેઓ સ્વપ્નમાં રાચનારા હોય છે.
  • થોડી લંબાઈવાળો હાથ હોય, આંગળીઓનો ઉપરનો ભાગ પાતળો અને નીચલો ભાગ જાડો હોય તો તે કલાકાર અથવા વ્યવસાયિક હાથની શ્રેણીમાં આવે છે. આવા લોકો બીજાની વાતમાં જલદીથી આવી જાય છે. તેઓ કાર્યને વચ્ચેથી છોડી દેનારા હોય છે. વ્યાપારી, કલાકાર, ગાયક, ચિત્રકાર, ર્મૂિતકાર વગેરેના હાથ આ શ્રેણીમાં આવે છે. આ આકારના હાથવાળા લોકોની આંગળીઓ પાતળી અને ફીક્કી હોયતો તેઓ ઈર્ષાળુ અને કપટી હોય છે. જો તેનો હાથ નરમ હોયતો તે લાપરવાહ હોઈ શકે છે.
  • મિશ્રિત લક્ષણોવાળા હાથની કોઈ નિશ્ચિત શ્રેણી હોતી નથી. હાથની આંગળીઓના લક્ષણો જુદાજુદા અને મિશ્રિત હોય છે. મિશ્રિત હાથમાં વિભિન્ન હાથોના લક્ષણોનો સારી રીતે વિચાર કર્યા પછી જ ફળકથન કરવું યોગ્ય ગણાશે.