સુવિધા મેળવવી સરળ છે, પણ શાંતિ એટલી સહજતાથી નથી મળતી. જીવન સમસ્યાઓથી ભરેલું છે. ઘરમાં સુખ-સુવિધાનો બધો સામાન હોવા છતાં, પણ શાંતિ મેળવવા માટે તરસી જાઓ તો સમજવું કે જીવનની સમસ્યાઓ પાછળ અનેક દ્રષ્ટ અને અદ્રષ્ટ કારણો જવાબદાર છે. દરેક વ્યક્તિના ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાનનું સરવૈયું એટલે તેના સમસ્ત જીવન દરમ્યાન ભોગવેલા સુખ-સુવિધાઓ, ઉપલબ્ધિઓ, સફળતા-નિષ્ફળતા અને દુઃખ-કષ્ટોની યાદી. દરેકનાં જીવનમાં ઘણી વાર કોઇને કોઇ એવી સમસ્યા તો સર્જાય છે કે જેના કારણે અમુક કાર્યો અટકી પડે છે. તે સિવાય ઘરમાં કલેશ અને માનસિક તણાવ રહે છે. જો તમે પરેશાનીઓ સામે ઝઝૂમી રહ્યા હોવ, તમારી એક સમસ્યા સમાપ્ત ન થઈ રહી હોય અને બીજી સમસ્યા આવીને ઊભી રહી જતી હોય તો જ્યોતિષ મુજબ આવું મોટાભાગે જન્મકુંડળીમાં રહેલા ગ્રહોના અશુભ પ્રભાવને લીધે થતું હોય છે. જ્યારે સમય પ્રતિકુળ હોય ત્યારે આપણને દુઃખ ભોગવવા પડે છે. શું તમારા કાર્ય પૂરા નથી થઈ રહ્યા, તમારા કાર્યોનું સકારાત્મક પરિણામ નથી આવી રહ્યું? તો જાણો સમસ્યાઓના વિવિધ પ્રકારો અને તેનો જીવનમાં પ્રભાવ.
Comments on: "સમસ્યાઓ" (1)
mari janm tarikha 14 8 1977 che maramate kayo biseness karvo